Photo of the Remarkables mountain range in Queenstown, New Zealand.

ગુજરાતી ભાષાની 30 ઉપયોગી વેબસાઈટો

નમસ્કાર મિત્રો... માતૃભાષા એ આપણી ઓળખ છે. પણ હાલ અન્ય ભાષાઓના ચલણને લીધે આપણી માતૃભાષા વિસરાતી જાય છે. બીજી બાજુ તમને ઈન્ટરનેટ પરથી ગુજરાત...


નમસ્કાર મિત્રો...
માતૃભાષા એ આપણી ઓળખ છે. પણ હાલ અન્ય ભાષાઓના ચલણને લીધે આપણી માતૃભાષા વિસરાતી જાય છે. બીજી બાજુ તમને ઈન્ટરનેટ પરથી ગુજરાતી ભાષાની અને ગુજરાતી શીખવતી ઘણી ઉપયોગી વેબસાઈટો મળી રહેશે. અમારું કામ પણ તમને ગુજરાતીમાં માહિતી પહોચાડવાનું છે. તો આવો એવી 30 વેબસાઈટો વિશે જાણીએ. નીચે આપેલ વેબસાઈટ પર સીધુ જવા તેમના નામ પર ક્લિક કરજો.

[1] Readgujarati.com :-
- ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.

[2] Tahuko.com :-
- ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

[3] Layastaro.com :-
- રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

[4] Aksharnaad.com :-
ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.

[5] Gujaratilexicon.com :-
- આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.

[6] Bhagwadgomandal.com :-
- ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.

[7] Vmtailor.com :-
- ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.

[8] Vicharo.com :-
- વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું. એ સાથે કવિતા, ગીત, જીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશ. દર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.

[9] Mitixa.com :-
- કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.

[10] Sheetalsangeet.com :-
- ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.

[11] Rankaar.com :-
- પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.

[12] Urmisaagar.com :-
- સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.

[13] Cybersafar.com
- કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.

[14] Saurabh-shah.com :-
- જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.

[15] Jhaverchandmeghani.com :-
- રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.

[16] Anand-ashram.com :-
- સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.

[17] Adilmansuri.com :-
- કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.

[18] Rajendrashukla.com :-
- જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.

[19] Manojkhanderia.com :-
- કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.

[20] Pannanaik.com :-
- કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.

[21] Rameshparekh.in :-
- કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.

[22] Harilalupadhyay.org :-
- સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.

[23] Gujaratisahityaparishad.org :-
- ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.

[24] Nirmishthaker.com :-
- સુપ્રસિદ્ધ કવિ, કાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની વેબસાઈટ.

[25] Vicharvalonu.com :-
- જાણીતા સામાયિક ‘વિચારવલોણું’ની વેબસાઈટ. એકાંતરે સામાયિક અને પુસ્તિકાનું પ્રકાશન અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા. અગાઉ પ્રકાશિત થયેલી પુસ્તિકાની યાદી. ઓનલાઈન ઑર્ડર મૂકવાની સુવિધા.

[26] Uddesh.org :-
- સાહિત્ય અને જીવન વિચારના સામાયિક ‘ઉદ્દેશ’ની વેબસાઈટ. અગાઉ પ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધા. નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી. તાજા અંકમાંથી કેટલાક અંશો માણવાની સુવિધા.

[27] Gu.wordpress.com :-
- ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટેની સુવિધા.

[28] Bhashaindia.com :-
- ગુજરાતીમાં ટાઈપ કરવા માટેનું સોફટવેર અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. તદુપરાંત અન્ય ભારતીય ભાષાના સોફટવેર તેમજ તેને કોમ્પ્યુટરમાં કાર્યાન્વિત કરવાની તમામ માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

[29] Vishalon.net :-
- ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટે તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવા માટેના અન્ય જરૂરી સોફટવેર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ.

[30] Sahityvartulmorbi.blogspot.com :-
- મોરબી જીલ્લા સાહીત્ય વર્તુળ ના વિણેલા મોતી.

આશા છે તમને આ તમામ વેબસાઈટો ગમશે. ટેક્નોલોજીની આવી પોસ્ટ અમે લાવતા રહીશું.

COMMENTS

બ્લોગર: 5
Loading...

કેટેગરીવાઈઝ પોસ્ટ જોવા ક્લિક કરો

નામ

ANDROID BOOKS CCC COMPUTER MATHS MATHS TRICKS ONLINE QUIZ PAPERS PDF PPT QUIZ GAME SCIENCE SCIENTISTS SOCIAL SOFTWARE STD-10 STD-6 STD-7 STD-8 STD-9 TECHNOLOGY USEFULL INFO VIDEO
false
ltr
item
VISHAL VIGYAN: ગુજરાતી ભાષાની 30 ઉપયોગી વેબસાઈટો
ગુજરાતી ભાષાની 30 ઉપયોગી વેબસાઈટો
https://lh3.googleusercontent.com/-dNlQaFGE6rw/Vo-3YcdcYDI/AAAAAAAAC2E/WhXz5Ej7W-o/s350/1452259153114.jpeg
https://lh3.googleusercontent.com/-dNlQaFGE6rw/Vo-3YcdcYDI/AAAAAAAAC2E/WhXz5Ej7W-o/s72-c/1452259153114.jpeg
VISHAL VIGYAN
https://vishalvigyan.blogspot.com/2016/01/usefull-gujarati-website-list-and-info.html
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/2016/01/usefull-gujarati-website-list-and-info.html
true
1057364716937580254
UTF-8
આવી પોસ્ટ મળતી તમામ જુઓ વધુ વાંચો જવાબ આપો Cancel reply Delete દ્વારા હોમ પેજ પોસ્ટ View All સંબંધિત પોસ્ટ કેટેગરી ARCHIVE શોધો તમામ પોસ્ટ આવી પોસ્ટ મળતી નથી હોમ પર જાઓ Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy