Photo of the Remarkables mountain range in Queenstown, New Zealand.

આધુનિક રસાયણશાસ્ત્રના જનક : રોબર્ટ બોઈલ

દર શનિવારે એક નવા વૈજ્ઞાનિક વિશે માહિતી. આ વખતે રોબર્ટ બોઈલ વિશે. - આગળના તમામ વૈજ્ઞાનિકો વિશે જાણો :- ક્લિક કરો - નીચેનું લખાણ PDF ફાઈ...


દર શનિવારે એક નવા વૈજ્ઞાનિક વિશે માહિતી. આ વખતે રોબર્ટ બોઈલ વિશે.

- આગળના તમામ વૈજ્ઞાનિકો વિશે જાણો :- ક્લિક કરો
- નીચેનું લખાણ PDF ફાઈલમાં ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

■ આધુનિક રસાયણશાસ્ત્રના જનક : રોબર્ટ બોઈલ ■
રોબર્ટ બોઈલ આધુનિક રસાયણશાસ્ત્રના જનક અને તેમના યુગના મહાન વૈજ્ઞાનિકોમાંના એક હતા. લંડનની પ્રસિધ્ધ રોયલ સોસાયટીના તેઓ સંસ્થાપક હતા.

બોઈલનો જન્મ આયર્લેન્ડના મુંસ્ટર પ્રદેશના લિસમોર કાંસેલમાં થયો હતો. ઘરે જ તેમણે લેટીન અને ફ્રેન્ચ ભાષાઓ શીખી. ઈ.સ. 1638માં ફ્રાંસની યાત્રા કરી અને લગભગ 1 વર્ષ જીનીવામાં અભ્યાસ કર્યો. ફ્લોરેંસમાં તેમણે ગેલેલિયોના ગ્રંથોનો અભ્યાસ કર્યો. ઈ.સ. 1644માં જ્યારે તેઓ ઈંગલેન્ડ પહોચ્યા તો તેમની મિત્રતા ઘણા વૈજ્ઞાનિકો સાથે થઈ ગઈ. ઈ.સ.1646 થી બોઈલનો બધો સમય વૈજ્ઞાનિક પ્રયોગોમાં વિતવા લાગ્યો. 1654 પછી તે ઓક્સફોર્ડમાં રહ્યા અને ત્યા તેમનો પરિચય અનેક વિચારકો સાથે થયો. 14 વર્ષ ઓક્સફોર્ડમાં રહીને તેમણે વાયુ પંપો પર વિવિધ પ્રયોગો કર્યા અને વાયુના ગુણોનું અધ્યયન કર્યું. વાયુ માં ધ્વનિની ગતિ પર પણ કામ કર્યું. બોઈલના લેખોમાં આ પ્રયોગોનું વિસ્તૃત વર્ણન છે.

રોબર્ટ બોઈલની સર્વપ્રથમ પ્રકાશિત વૈજ્ઞાનિક પુસ્તક ન્યૂ એક્સપેરિમેન્ટ્સ, ફિઝીકો મિકેનિકલ, ટચિંગ ધ સ્પ્રિંગ ઓફ એર એન્ડ ઈટ્સ ઈફેક્ટ્સ, વાયુના સંકોચન અને પ્રસરણના સંબંધમાં છે. 1663માં રોયલ સોસાયટીની વિધિપૂર્વક સ્થાપના થઈ. બોઈલએ આ સંસ્થાની પ્રકાશિત શોધપત્રિકા "ફિલોસોફીકલ ટ્રાંજેક્શન્સ" માં અનેક લેખ લખ્યા. બોઈલે તત્વની સૌપ્રથમ વૈજ્ઞાનિક પરિભાષા આપી. તત્વોના સંબંધમાં બોઈલે 1661માં એક મહત્વપૂર્ણ પુસ્તિકા લખી "ધ સ્કેપ્ટિકલ કેમિસ્ટ". રસાયણ પ્રયોગશાળામાં પ્રચલિત ઘણી વિધિઓનો આવિષ્કાર બોઈલ એ કર્યો.

બોઈલના ગેસ સંબંધી નિયમ, તેમના દહન સંબંધી પ્રયોગ, પદાર્થો પર ઉષ્માનો પ્રભાવ, એસિડ અને ક્ષારના લક્ષણ અને તેમના પ્રયોગો, આ બધા યુગપ્રવર્તક પ્રયોગો હતા જેમણે આધુનિક રસાયણને જન્મ આપ્યો. બોઈલે દ્રવ્યના કણવાદનું સમર્થન કર્યું, જેની અભિવ્યક્તિ ડાલ્ટનના પરમાણુવાદમાં થઈ. તેમના અન્ય કાર્ય મિશ્રધાતુ, ફોસ્ફરસ, મેથિલ આલ્કોહોલ, ફોસ્ફોરિક એસિડ, ચાંદી પર પ્રકાશનો પ્રભાવ વગેરે પર હતા.

બોઈલ જીવનભર અવિવાહીત રહ્યા. બેકનના તત્વદર્શનમાં એમની મોટી આસ્થા હતી. અમર વૈજ્ઞાનિકોમા પણ એમની ગણતરી થાય છે. ઈ.સ. 1660 પછી તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યુ. પરંતુ તેમની રસાયણ સંબંધી કાર્ય તે સમયે પણ બંધ ન થયું. ઈ.સ. 1661 માં તેમનું અવસાન થયું.

સંકલન - વિશાલ ગૌસ્વામી

COMMENTS

કેટેગરીવાઈઝ પોસ્ટ જોવા ક્લિક કરો

નામ

ANDROID BOOKS CCC COMPUTER MATHS MATHS TRICKS ONLINE QUIZ PAPERS PDF PPT QUIZ GAME SCIENCE SCIENTISTS SOCIAL SOFTWARE STD-10 STD-6 STD-7 STD-8 STD-9 TECHNOLOGY USEFULL INFO VIDEO
false
ltr
item
VISHAL VIGYAN: આધુનિક રસાયણશાસ્ત્રના જનક : રોબર્ટ બોઈલ
આધુનિક રસાયણશાસ્ત્રના જનક : રોબર્ટ બોઈલ
https://lh3.googleusercontent.com/-9l4T633og1Q/VxssIAOwdEI/AAAAAAAADPc/2p8m5jY0Bd8/s350/1461398512305.jpeg
https://lh3.googleusercontent.com/-9l4T633og1Q/VxssIAOwdEI/AAAAAAAADPc/2p8m5jY0Bd8/s72-c/1461398512305.jpeg
VISHAL VIGYAN
https://vishalvigyan.blogspot.com/2016/04/robert-boyle.html
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/2016/04/robert-boyle.html
true
1057364716937580254
UTF-8
આવી પોસ્ટ મળતી તમામ જુઓ વધુ વાંચો જવાબ આપો Cancel reply Delete દ્વારા હોમ પેજ પોસ્ટ View All સંબંધિત પોસ્ટ કેટેગરી ARCHIVE શોધો તમામ પોસ્ટ આવી પોસ્ટ મળતી નથી હોમ પર જાઓ Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy