Photo of the Remarkables mountain range in Queenstown, New Zealand.

Zip ફાઈલ શું છે? કમ્પ્યુટર કે મોબાઈલમાંથી Unzip કેમ કરશો?

લેખન :- વિશાલ ગૌસ્વામી નમસ્કાર, ટેક્નોલોજીના આ વિભાગમાં આજે આપણે Zip ફાઈલ વિશે જાણશું. થોડા દિવસ પહેલા મે એક યુનિટ ટેસ્ટની ફાઈલ મુકી હતી જ...


લેખન :- વિશાલ ગૌસ્વામી
નમસ્કાર, ટેક્નોલોજીના આ વિભાગમાં આજે આપણે Zip ફાઈલ વિશે જાણશું. થોડા દિવસ પહેલા મે એક યુનિટ ટેસ્ટની ફાઈલ મુકી હતી જે Zip ફાઈલ બનાવીને મુકેલ હતી. તો ઘણા લોકો કહે તે ખુલતી નથી. પણ તેમને Zip ફાઈલ વિશે જ્ઞાન નથી. તો ખાસ તેમના માટે આ પોસ્ટ છે. વિદ્યાર્થીઓ જે કમ્પ્યુટર શીખે છે તેમના માટે પણ ઉપયોગી થશે.

■ Zip ફાઈલ છે શું?
- Zip ફાઈલ એ ઘણી ફાઈલો અથવા એક ફાઈલનું કમ્પ્રેસ(નાનું) કરેલ રુપ છે. દેશી ભાષામાં કહીએ તો એક પડિકું છે.
- તેમાં તમે ગમે તેવી ફાઈલ મુકી શકો છો. જેમકે વર્ડ, એક્સેલ, PPT, ફોટો, વિડીયો વગેરે. આમ ઘણી બધી ફાઈલની એક જ ફાઈલ બની જશે.

■ Zip ફાઈલ શા માટે? તેના ફાયદાઓ
- ઈ-મેઈલમાં અથવા અપલોડ માટે ઘણી બધી ફાઈલોને એક ફાઈલ બનાવી મોકલી શકાય.
- Zip ફાઈલની સાઈઝ એ તેમાં રહેલ તમામ ફાઈલોની સાઈઝ કરતા નાની હોય છે. તે સાઈઝ ઘટાડે છે. આથી ફાઈલોને ઝડપથી મોકલી શકાય.
- તેમા પાસવર્ડ પણ રાખી શકાય છે. જેથી તમારી ફાઈલ સુરક્ષીત રહે.
- Zip ફાઈલ જગ્યા ઓછી રોકે છે.
- Zip ફાઈલમાં વાઈરસ પ્રવેશી શકતા નથી. તે તેનો સૌથી મોટો ફાયદો છે.

■ Zip ફાઈલ ખોલવા માટેના સોફ્ટવેર અને એપ
- Zip ફાઈલને બનાવવા અને ખોલવા માટે બે રીતો છે. તમે તેને કમ્પ્યુટરમાંથી પણ ખોલી શકો અને એન્ડ્રોઈડ ફોનમાંથી પણ.
- તેના માટે નીચેનો સોફ્ટવેર અને એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો નીચેથી.
→ કમ્પ્યુટર માટે Winzip સોફ્ટવેર :- ડાઉનલોડ
→ એન્ડ્રોઈડ ફોન માટે ES File Explorer :- ડાઉનલોડ

■ Zip ફાઈલને Unzip કેમ કરવી? નવી Zip કેમ બનાવવી?

→ કમ્પ્યુટર માટે...
ઉપરનો સોફ્ટવેર install કરો. હવે કોઈપણ Zip ફાઈલ હશે તેના પર ક્લિક કરતા તે ખુલી જશે. Unzip એટલે ફાઈલને બહાર કાઢવી. તો ફાઈલ પર Right Click કરીને Extract file પસંદ કરો પછી જગ્યા પસંદ કરો ત્યા ફાઈલ નીકળી જશે. ફાઈલ Zipમાં તો રહેશે જ. ગમે તેટલી વાર કાઢી શકશો.
- Zip ફાઈલ બનાવવા માટે ફાઈલો પસંદ કરી Right Click કરો અને Add to Archive માં જાવ. તેમાં Zip પસંદ કરી Ok પર ક્લિક કરતા ફાઈલ બની જશે.

→ એન્ડ્રોઈડ માટે...
- ઉપરથી એપ install કરો. Zip ફાઈલ મોબાઈલમાં ખુલશે. તેમાંથી પણ ફાઈલને સિલેક્ટ કરી Unzip કરવા Extract પસંદ કરી બહાર કાઢો.
- Zip બનાવવા માટે ફાઈલો પસંદ કરી મેનુ પર ક્લિક કરો ત્યા Add To Archive હશે. પછી Zip પસંદ કરો એટલે મોબાઈલમાંથી Zip તૈયાર.

આ પોસ્ટ તમને કેવી લાગી તેનો અભિપ્રાય વોટ્સએપ નં. 9714230937 પર જરૂર આપો.
નોંધ:- આ નંબરને તમારા સારા ગ્રુપમાં એડ કરી શકો પણ ઓછા ન્યૂઝ હોય તેમાં. પર્સનલ મેસેજ કે બ્રોડકાસ્ટ સેવા બંધ છે.

COMMENTS

કેટેગરીવાઈઝ પોસ્ટ જોવા ક્લિક કરો

નામ

ANDROID BOOKS CCC COMPUTER MATHS MATHS TRICKS ONLINE QUIZ PAPERS PDF PPT QUIZ GAME SCIENCE SCIENTISTS SOCIAL SOFTWARE STD-10 STD-6 STD-7 STD-8 STD-9 TECHNOLOGY USEFULL INFO VIDEO
false
ltr
item
VISHAL VIGYAN: Zip ફાઈલ શું છે? કમ્પ્યુટર કે મોબાઈલમાંથી Unzip કેમ કરશો?
Zip ફાઈલ શું છે? કમ્પ્યુટર કે મોબાઈલમાંથી Unzip કેમ કરશો?
https://lh3.googleusercontent.com/--j2L1wzGOuE/Vz_qf-WfLGI/AAAAAAAADUs/MWKtUAxS4Rk/s350/1463806581356.jpeg
https://lh3.googleusercontent.com/--j2L1wzGOuE/Vz_qf-WfLGI/AAAAAAAADUs/MWKtUAxS4Rk/s72-c/1463806581356.jpeg
VISHAL VIGYAN
https://vishalvigyan.blogspot.com/2016/05/zip-unzip.html
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/2016/05/zip-unzip.html
true
1057364716937580254
UTF-8
આવી પોસ્ટ મળતી તમામ જુઓ વધુ વાંચો જવાબ આપો Cancel reply Delete દ્વારા હોમ પેજ પોસ્ટ View All સંબંધિત પોસ્ટ કેટેગરી ARCHIVE શોધો તમામ પોસ્ટ આવી પોસ્ટ મળતી નથી હોમ પર જાઓ Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy